ફિંગર-4ને લઈને કોકડું ગુંચવાયું, ભારત-ચીનની સેનાઓ વચ્ચે આજે મેજર જનરલ લેવલની બેઠક!
સ્ટર્ન લદાખમાં લાઈન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ (LAC) પર ત્રણ પોઈન્ટ્સથી ચીની સૈનિકો દ્વારા પીછેહટ થયા બાદ સંપૂર્ણ રીતે વિવાદ ખતમ કરવાને લઈને બુધવારે ફરીથી ભારત અને ચીનની સેનાના મેજર જનરલ સ્તર પર વાતચીત થવાની શક્યતા છે.
Trending Photos
નવી દિલ્હી: ઈસ્ટર્ન લદાખમાં લાઈન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ (LAC) પર ત્રણ પોઈન્ટ્સથી ચીની સૈનિકો દ્વારા પીછેહટ થયા બાદ સંપૂર્ણ રીતે વિવાદ ખતમ કરવાને લઈને બુધવારે ફરીથી ભારત અને ચીનની સેનાના મેજર જનરલ સ્તર પર વાતચીત થવાની શક્યતા છે. આ બેઠકથી નક્કી થશે કે ભારત અને ચીન વચ્ચે તણાવ કઈ હદ સુધી ખતમ થશે. આવામાં આ બેઠક પર બધાની નજર ટકેલી છે.
જો કે સરહદ પર બંને દેશોના હાલના પગલાથી સ્પષ્ટ થવા લાગ્યું છે કે ભારત અને ચીન વચ્ચે તણાવ થોડો તો ઓછો થયો છે. ખાસ કરીને કેટલાક વિસ્તારોમાં ચીની સૈનિકો પાછળ હટ્યા તેવા સંકેતો મળ્યાં છે. જો કે વિશેષજ્ઞોનું માનવું છે કે ફિંગર-4 વિવાદનું સમાધન જલદી નીકળે તે આશા ઓછી છે. 6 જૂનની મીટિંગમાં પણ માનવામાં આવ્યું હતું કે ત્યાં ગતિરોધ લોકલ કમાન્ડર કે હાઈએસ્ટ લેવલ (મેજર જનરલ લેવલ) મીટિંગથી દૂર થઈ શકશે નહીં.
આ વિસ્તારોમાં વિવાદ
સૂત્રોના જણાવ્યાં મુજબ ગતિરોધના ચાર પોઈન્ટ્સમાંથી પેટ્રોલિંગ પોઈન્ટ 15 અને હોટ સ્પ્રિંગ એરિયાથી સૈનિકો થોડા પાછળ હટ્યા છે. ગલવાન ઘાટીમાંથી 3 જૂનના રોજ જ ચીની સૈનિકો લગભગ 2 કિમી પાછળ હટ્યા હતાં. ગતિરોધના ચાર પોઈન્ટ્સની ઓળખ કરાઈ જે પેન્ગોગ ત્સો એરિયામાં ફિંગર 4, ગલવાના ઘાટીમાં પેટ્રોલિંગ પોઈન્ટ -14, પેટ્રોલિંગ પોઈન્ટ-15, અને હોટ સ્પ્રિંગ એરિયા છે.
કયા પક્ષની શું દલીલ
મીટિંગમાં નક્કી કરાયું હતું કે ગતિરોધના અલગ અલ પોઈન્ટ પર લોકલ કમાન્ડર સ્તર પર વાતચીત થશે. આશા વ્યક્ત કરાઈ કે ડેલિગેશન લેવલ અને સર્વોચ્ચ કમાન્ડર (ડિવિઝન લેવલ)ની વાતચીતથી ઉકેલ લાવી શકાય છે. જો કે ફિંગર 4ને લઈને ગતિરોધ પહેલાની જેમ જ યથાવત છે.
એલએસી પર ગતિરોધનું સૌથી મોટું મૂળ ફિંગર-4 છે. અહીં ચીની સૈનિકો મોટી સંખ્યામાં છે. પહેલા ભારતીય સૈનિકો ફિંગર-8 સુધી પેટ્રોલિંગ કરતા હતાં પરંતુ ચીની સૈનિકોએ ફિંગર-4 સુધી બ્લોક કરી દીધા છે. ભારતનો દાવો છે કે એલએસી ફિંગર-8થી પસાર થાય છે.
ચીન કેમ કરે છે વિરોધ
હાલના ગતિરોધની શરૂઆત થવાનું સૌથી મોટું કારણ પેન્ગોંગ ત્સો ઝીલની આસપાસ ફિંગર વિસ્તારમાં ભારત તરફથી એક મહત્વપૂર્ણ રોડ નિર્માણ થઈ રહ્યું છે તેનો ચીન દ્વારા આકરો વિરોધ થઈ રહ્યો છે તે છે. ગલવાન ઘાટીમાં પણ દરબુક-શાયોક-દૌલત બેગ ઓલ્ડી માર્ગને જોડનારી એક વધુ સડક નિર્માણ પર ચીનનો વિરોધ છે જેનાથી ગતિરોધ ઊભો થયો છે.
પેન્ગોગ ત્સોમાં ફિંગર વિસ્તારમાં રોડને ભારતીય જવાનોના પેટ્રોલ મુદ્દે મહત્વનો ગણવામાં આવી રહ્યો છે. ભારતે પહેલેથી નક્કી કરી લીધુ છે કે ચીની વિરોધના કારણે તે પૂર્વ લદાખમાં પોતાના કોઈ પણ સરહદી ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટને રોકશે નહીં.
આ VIDEO પણ ખાસ જુઓ...
આ વિસ્તારોમાં દોઢ કિમી પાછળ હટ્યુ ચીન
આ અગાઉ ભારત અને ચીનની સેનાઓએ સીમા પર ગતિરોધ ખતમ કરવાની પહેલ કરતા પૂર્વ લદાખના કેટલાક પેટ્રોલિંગ પોઈન્ટથી સાંકેતિક વાપસી તરીકે પોતાના સૈનિકોને પાછા બોલાવ્યાં છે. સૈન્ય સૂત્રોએ જણાવ્યું કે ચીની અને ભારતીય સેનાઓએ ગલવાન ઘાટીના બે પેટ્રોલિંગ પોઈન્ટ 14 અને 15 તથા હોટ સ્પ્રિંગના એક પેટ્રોલિંગ પોઈન્ટથી પોતાના કેટલાક સૈનિકો પાછા બોલાવ્યાં છે.
ચીની પક્ષ બંને વિસ્તારોમાં લગભગ દોઢ કિમી સુધી પાછળ હટ્યો છે. જો કે સૈનિકોની વાપસી સંદર્ભમાં રક્ષા મંત્રાલય કે વિદેશ મંત્રાલય તરફથી કોઈ અધિકૃત નિવેદન આવ્યું નથી. આ મામલે ચીન તરફથી પણ કોઈ જાણકારી અપાઈ નથી. સૂત્રોએ જણાવ્યું કે ચીની અને ભારતીય બંને સેનાઓ આ ત્રણ વિસ્તારોમાંથી કેટલાક સૈનિકો પાછા બોલાવી રહી છે તથા અસ્થાયી માળખાઓને પાડી રહી છે. સેનાના એક વરિષ્ઠ અધિકારીએ નામ ન લેવાની શરતે કહ્યું કે આ એક સકારાત્મક ઘટનાક્રમ છે.
પહેલા પણ થઈ ચૂકી છે મેટિંગ
વિવાદ ખતમ કરવા માટે લેહ સ્થિત 14મી કોરના જનરલ ઓફિસર કમાન્ડિંગ લેફ્ટનન્ટ જનરલ હરિન્દર સિંહ અને તિબ્બત મિલેટ્રી ડિસ્ટ્રિક્ટના કમાન્ડર મેજર જનરલ લિયુ લિન વચ્ચે 6 જૂનના રોજ વાતચીત થઈ હતી. જો કે તેનું કોઈ નક્કર પરિણામ નીકળ્યું નહતું.
વિદેશ મંત્રાલયે કહ્યું કે બેઠક સૌહાર્દપૂર્ણ અને સકારાત્મક વાતાવરણમાં થઈ. ચીની વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું કે બંને દેશ વાસ્તવિક નિયંત્રણ રેખા પર શાંતિ જાળવી રાખવા અને વાતચીત દ્વારા ગતિરોધનો ઉકેલ લાવવા માટે સહમત છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે